પ્રેમની મૂર્તિ પ્યારા, મારા પિયુ પાલનહારા ૧/૧

પ્રેમની મૂર્તિ પ્યારા, મારા પિયુ પાલનહારા;
 	મારા નાવલિયા વર ન્યારા, મા ભક્તિના દુલારા...ટેક.
મસ્ત મજાના રૂડા રૂપાળા, વાલમ તારા હોઠ રસાળા,
 	ભેટું તમને હેતે હેતાળા, હૈયે દબાવી પ્યારા...મારા૦ ૧
હસતું મુખડું જોયા કરું છું, જોઈ જોઈ આનંદ હૈયે ભરું છું,
 	ભવસાગરને સહેજે તરું છું, સાચું સુખ દેનારા...મારા૦ ૨
ભવસાગર આ ખારો ખારો, જડે ન કોઈને એનો કિનારો,
 	જ્ઞાનજીવનને સાથ તમારો, કેવટિયા છો મારા...મારા૦ ૩
 

મૂળ પદ

પ્રેમની મૂર્તિ પ્યારા, મારા પિયુ પાલનહારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુડા
Studio
Audio & Video
0
0