મનોહર મૂર્તિ રે શ્રીજી શોભે તમારી, હૈયામાં ભાવથી રે શ્રીજી રાખું છું ધારી ૧/૧

મનોહર મૂર્તિ રે શ્રીજી શોભે તમારી,
	હૈયામાં ભાવથી રે શ્રીજી રાખું છું ધારી...ટેક.
પિયુડા ભૂલું નહિ પળવાર તમને,
મૂર્તિ આકારે રાખું સાથ મારા મનને;
	એ...વારેવારે ચૂમું તારું મુખ...શ્રીજી૦ ૧
તું છો મારો વ્હાલો ને હું છું તારી વ્હાલી,
સર્વે તજીને હું તો તુજ સંગ ચાલી;
	એ...ટળી ગયાં સર્વે મારાં દુ:ખ...શ્રીજી૦ ૨
હેતેથી હૈયે તને રાખું દબાવી,
રૂપાળી મૂર્તિ મારા મનડામાં ભાવી;
	એ...એકમેક હું ને તમે સાથ...શ્રીજી૦ ૩
તારા વિના પિયુ ઘડી છેટી ના રહું,
સુણું તારી વાતો વ્હાલા વાતો હું કહું;
	એ...હું છું તારી દાસી મારા નાથ...શ્રીજી૦ ૪
દિવ્ય આકાર તારો આધાર મારો,
પિયુડા તમે મને તારો કે મારો;
	એ...રોમ રોમ રહું તારી સાથ...શ્રીજી૦ ૫
મારું છો તન મન ધન ધામ તમે,
તમારું સુખ મને અતિ અતિ ગમે;
	એ...નહિ મેલું તારો હું સંગાથ...શ્રીજી૦ ૬
સુખ થાય તમને તેમ રહીશ વ્હાલા,
તમે છો પિયુ મારા દીન રે દયાલા;
	એ...હું છું પિયુડા તારે માટ...શ્રીજી૦ ૭
જ્ઞાનજીવનના તમે સ્વામી સહજાનંદ,
આનંદ આનંદ મારે કેવળ છે આનંદ;
	એ...પ્રગટ મળ્યા છો સાક્ષાત્...શ્રીજી૦ ૮
 

મૂળ પદ

મનોહર મૂર્તિ રે શ્રીજી શોભે તમારી, હૈયામાં ભાવથી રે શ્રીજી રાખું છું ધારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
હસમુખભાઈ પાટડિયા + અર્ચીત પાટડિયા
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સહજાનંદ
Studio
Audio & Video
0
0