મૂર્તિ તમારી મહાસુખકારી, જીવનદોરી મારી, રાખું હૈયામાં ધારી ૧/૧

મૂર્તિ તમારી મહાસુખકારી, જીવનદોરી મારી,
રાખું હૈયામાં ધારી, રાખું હૈયામાં ધારી;
	હું છું તમારી નગણી નારી, પ્રિયવર દેજો તારી...રાખું૦ ટેક.
ઓ સ્વામી સહજાનંદ, તમે મારા હૈયા કેરા હાર છો,
ઓ પિયા પરમાનંદ, પ્યારા મારા જીવના આધાર છો;
	રાખું સદાયે તમને સંભારી, અવતારના અવતારી...રાખું૦ ૧
કોટી જનમે શ્રીજી, તમે આવ્યા છો મારા હાથમાં,
હૈયામાં રાખી હરિ, જીવું સદાયે તુજ સાથમાં;
	મૂર્તિમાંયે ચિત્ત ખેંચાયે, પળ ના શકું વિસારી...રાખું૦ ૨
રહેવું ગમે છે વાલા, શ્રીજી તમારા એક પ્યારમાં,
હૈયું જોડાણું મારું, તારા અલૌકિક આકારમાં;
	જ્ઞાનજીવનને મૂર્તિ તમારી, લાગે છે પ્યારી પ્યારી...રાખું૦ ૩
 

મૂળ પદ

મૂર્તિ તમારી મહાસુખકારી, જીવનદોરી મારી, રાખું હૈયામાં ધારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
ફિલ્મી ઢાળ
તમે એક સાંભરો
Studio
Audio & Video
0
0