હૈયા કેરા હાર હરિ સુણો વિનતિ, હું છું તારી દાસી તમે મારા છો પતિ; ૧/૧

 હૈયા કેરા હાર હરિ સુણો વિનતિ;
હું છું તારી દાસી તમે મારા છો પતિ;
	નાવલિયા છો નાથ મારા સુખના દેનાર,
	હૈયા ઉપર રાખી વહાલા કરું તને પ્યાર...ટેક.
છાતીમાં સંઘરું હું સ્નેહે તને, ભીડીને હૈયામાં રાખું તને;
ભેટીને ભાવે હું ચૂમું તને, હૈયા કેરે હિંચકે ઝુલાવું તને;
	છૈયા સદા સાથ રહો કરીને પ્રીતિ;
	શીખવજો સ્નેહે મને પ્રેમની રીતિ...હૈયા૦ ૧
મૂર્તિ તમારી છે વાલી મને, સંતાડી રાખું છું મારા મને;
વર્યા છે તમને મેં તને મને, છોડશો મા પિયા તમે કદી મને;
	સેવા કરી વાલા તમને લેવા છે જીતી;
	તમો અર્થે નાથ હું તો નથી રે બીતી...હૈયા૦ ૨
તન મન ધન મારું તમે રાખો, મૂર્તિમાં સાથ મને સ્નેહે રાખો;
તમારા માટે છું ભવ આખો, પિયા મારા જરા ના સંકોચ રાખો;
	જ્ઞાનજીવન કહે હેતે ભેટોને અતિ;
	તારી મારી પ્રીત ભલે થાય રે છતિ...હૈયા૦ ૩ 
 

મૂળ પદ

હૈયા કેરા હાર હરિ સુણો વિનતિ, હું છું તારી દાસી તમે મારા છો પતિ;

મળતા રાગ

હૈયા કેરા હાર હરિ સુણો વિનતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
સહજાનંદ
Studio
Audio & Video
0
0