પ્યારા પ્યારું મુખ તમારું, હૈયે ધારું સ્નેહે સંભારું ૧/૧

પ્યારા પ્યારું મુખ તમારું, હૈયે ધારું સ્નેહે સંભારું;
	ઘનુ તને હેતે હસાવું, હાસ્ય તારું દિલે વસાવું...પ્યારા૦ ટેક.
હૈયે તું છો બહાર તું છો, સર્વત્ર એક તુંહી તુંહી છો;
	તારા વિના અણુ ન ખાલી, મારે થાવું છે તમારી વાલી...પ્યારા૦ ૧
આનંદ આપું હૈયે ચાંપું, કષ્ટ તમારાં હું સર્વે કાપું;
	હસતું જોવા મુખ તમારું, કષ્ટો સહીશ હું તો હજારું...પ્યારા૦ ૨
જ્ઞાનસખીનાં સર્વે સુખ, મોહન તારું હસતું મુખ;
	બીજું મારે ના જોઈએ પ્યારા, સુખો તારાં છે સુખો મારાં...પ્યારા૦ ૩
 

મૂળ પદ

પ્યારા પ્યારું મુખ તમારું, હૈયે ધારું સ્નેહે સંભારું

મળતા રાગ

વાલા તને રસ છે ત્યાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
આર્ય બાનીક
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જસપાલ મોની
ભજમન
Studio
Audio & Video
0
0