અમારા મંદિરના ઘનશ્યામજી હો પ્યારા ૧/૧

અમારા મંદિરના ઘનશ્યામજી હો પ્યારા (૨);
	રૂપ રૂપનું ધામ છો તમે મારા પ્રીતમ પ્યારા...અમારા૦ ટેક.
તમે પૂરો છો મારી હામું, તમે હસો છો મારી સામું;
આવું રૂપ મેં ક્યાંય ન દીઠું, તમે બોલો છો મીઠું મીઠું;
	આવો પ્રેમે ભેટો મુજને, શીદને રહો હરિ ન્યારા...અમારા૦ ૧
વાલા જોયા દેશ-પ્રદેશ, મેં તો મંદિર જોયાં ઝાઝાં;
જોઈ તમને હે ઘનશ્યામ, મારે મનડે મૂકી માઝા;
	અમારા મંદિરમાં, તમે સહુના મન હરનારા...અમારા૦ ૨
હે જ્ઞાનજીવનના સ્વામી, મારા પિયુ અંતરયામી;
તમે ધામ ધામના ધામી, મારે હૈયે બેઠા જામી;
	દુ:ખડાં કાપી સુખડાં આપી, પ્રેમ-હૂંફ દેનારા...અમારા૦ ૩
 

મૂળ પદ

અમારા મંદિરના ઘનશ્યામજી હો પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી