અબજો યુગો સુધી, હું એકધારું ૧/૧

અબજો યુગો સુધી, હું એકધારું,
 	પાતળિયા વર ચૂમું, મુખડું તમારું...૧
તોય ધરાય નહીં, દિલડું આ મારું,
 	એવું અલૌકિક, રૂપ છે તમારું...૨
સહેવાય નહીં એવું, સુખ છે તમારું,
 	ભોગવે છે અતિ પ્રેમી, ભક્તો એકધારું...૩
તમારા જેવું પિયુ, કોઈ નથી સારું,
 	આત્મા મારો છે, શરીર તમારું...૪
‘જ્ઞાન’ જોઈએ છે મારે, એક જ તમારું,
 	ડૂબી રહેવું છે મારે, તુંમાં એકધારું...૫
 

મૂળ પદ

અબજો યુગો સુધી, હું એકધારું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી