મહા સમર્થ મારા સ્વામી, ઓ પિયુ અંતર્યામી ૨/૨

મહા સમર્થ મારા સ્વામી, ઓ પિયુ અંતર્યામી;
	દયા કરી છે અતિશે તમે, ટાળી છે મારી ખામી...મહા૦ ટેક.
તમારે વિશે તમે જ મુજને, પ્રેમ કરાવ્યો વ્હાલા,
તમારા વિના સર્વેને વિશે, વૈરાગ્ય આપ્યો વ્હાલા;
	હદ્ય વાળી છે વાલમ તમે, હૈયામાં બેઠા જામી...મહા૦ ૧
પળ પળ મુજને પંચવિષયથી, બચાવી તમે વ્હાલા,
તમારા પ્રેમે પાગલ બનાવી, નચાવી તમે વ્હાલા;
	મારું સર્વે એક જ તમે, સહજાનંદજી સ્વામી...મહા૦ ૨
જ્ઞાનસખી છે તમારી ચેલી, તમારે શરણે વ્હાલા,
તમારા સુખને જાણે તે તો, તમને જ પરણે વ્હાલા;
	તમને છોડી અન્ય ન ઇચ્છુ, રહીશ મસ્તક નામી...મહા૦ ૩
 

મૂળ પદ

મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલા
Studio
Audio & Video
0
0