નદીને કિનારે એક વડલો રે લોલ, વડલા કેરી લાંબી મોટી ડાળ જો ૧/૧

નદીને કિનારે એક વડલો રે લોલ,
વડલા કેરી લાંબી મોટી ડાળ જો;
 	ડાળે મેં બાંધ્યો રૂડો હીંચકો રે લોલ,
 	હીંચકે હીચો આવીને દયાળ જો...નદીને૦ ટેક.
સુણી વિનંતિ પ્રભુ આવિયા રે લોલ,
હીંચકે બેઠા મલકતે મુખ જો;
 	મુખ ચૂમીને ઝૂલો હાંકિયો રે લોલ,
 	ટાળ્યું મારું વિયોગનું દુ:ખ જો...નદીને૦ ૧
સરખી સાહેલી આવી દોડતી રે લોલ,
જોઈને વાલો અતિ હરખાય જો;
 	ભેટી પડી છે ઝૂલે નાચતી રે લોલ,
 	પિયુજીને ભેટી ભેટી ગાય જો...નદીને૦ ૨
કરી વિનંતિ સહુ સખીએ રે લોલ,
નાવા ચાલો નદીએ મારા નાથ જો;
 	નિર્મળ જળમાં તે નાવા પડિયા રે લોલ,
 	હતી સર્વે સાહેલીઓ સાથ જો...નદીને૦ ૩
જળકેળી કરી વાલે જુગતે રે લોલ,
નવરાવ્યા ચોળી ચોળી અંગ જો;
 	જેની ઝાંખી છે દુર્લભ દેવને રે લોલ,
 	તેનો પામી સાહેલીઓ સંગ જો...નદીને૦ ૪
જ્ઞાનસખીનો પિયુ પાતળો રે લોલ,
કરાવે છે ઉત્સવ આનંદ જો;
 	ક્યાંથી મળે રે આવો શ્યામળો રે લોલ,
 	સર્વોપરી સ્વામી સહજાનંદ જો...નદીને૦ ૫
 

મૂળ પદ

નદીને કિનારે એક વડલો રે લોલ, વડલા કેરી લાંબી મોટી ડાળ જો

મળતા રાગ

છપૈયાથી મહારાજ વહેલા આવજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નમ્રતા શાસ્ત્રી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ઓ ઘનશ્યામ (મહિલા વોઇસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
જોઈએ તારો પ્યાર
Studio
Audio & Video
0
0