હાય હરિ હાથથી છૂટી ગયા, રડવડતી નાથ મને મૂકી ગયા ૧/૧

હાય હરિ હાથથી છૂટી ગયા (૨),
 		રડવડતી નાથ મને મૂકી ગયા (૨)...ટેક.
માંડ કરી નાથ અમે થયા’તા સભાગિયા (૨)
થઈ ગયા કેમ અમે અરે રે અભાગિયા (૨)
	જાણી-માણી નાથ તને, કેમ હવે ભૂલું મને;
	એવાં સુખ દીધાં તમે, અપરંપાર;
 		વિરહનાં બાણ મીઠાં વાગી ગયાં...રડવડતી૦ ૧
એક દી તો નાથ તારે, મળવું જ પડશે (૨)
દુ:ખ દર્દ જોઈ મારું, હૈયું તારું રડશે (૨)
	વીતે ભલે વર્ષ લાખો, રોઈ રોઈ ફૂટે આંખો;
	તોય નહિ ભૂલું તને, મારા ભરથાર;
 		અધૂરાં સુખ મારાં બાકી રહ્યાં....રડવડતી૦ ૨
મળ્યા ત્યારે કેવા મને, મન મૂકી મળિયા (૨)
હેતે ભેટી પ્રેમે ચૂમી, હૈયેહૈયાં દળિયાં (૨)
	મીઠાં-મીઠાં વેણ બોલી, યુગ-યુગની પ્રીત ખોલી;
	પછી એકલીને મેલી, ચાલ્યા કિરતાર;
 		‘જ્ઞાનસખી’ ઉપર ફરી કરજો દયા...રડવડતી૦ ૩
 

મૂળ પદ

હાય હરિ હાથથી છૂટી ગયા, રડવડતી નાથ મને મૂકી ગયા

મળતા રાગ

તમારો પ્રેમ હવે નહિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0