મારો નાથ વાલીડો વિજોગી ગયો, અમ એકલાને અહીં મૂકી ગયો ૧/૧

મારો નાથ વાલીડો વિજોગી ગયો, અમ એકલાને અહીં મૂકી ગયો;
	વહાલો સંતો સંગાથે ગામડે ગયો, ત્યાં ભક્તોને વાલમ વશ થયો..ટેક.
તમે સાથે હતા ને રહેશો સદા, એમ માની લીધેલું મેં મનમાં;
આવું સપનેય મેં તો ધાર્યું નો’તું, તમે ચાલ્યા જશો પ્રભુ વડતાલમાં;
 		ગઢપુરવાસી અમે દુ:ખી થયા,
 		વડતાલે આનંદ ઉત્સવ ગયો...મારો ૦ ૧
તમે ગામડે ગામડે ફરશો હરિ, ક્યારે ગઢપુર આવશો દયા કરી;
તમે અહીં આવો કે ત્યાં તેડાવો, તમ વિના નથી જિવાતું જરી;
 		અન્નજળ અમને ભાવતું નથી,
 		અમ નિંદને પણ તું તો લેતો ગયો...મારો૦ ૨
અન્નજળ મૂકી સહુ તડપે છે, મૂખ બોલે છે હરિ હરિ હરિ;
હવે આવતાં વાર લગાડશો તો, અમ મુખ ન જોશો ફરી હરિ;
 		‘જ્ઞાનજીવન’ના સાથીડા સ્નેહી પ્રભુ,
 		મળી પ્રેમીને અમને શું ભૂલી ગયો...મારો૦ ૩
 

મૂળ પદ

મારો નાથ વાલીડો વિજોગી ગયો, અમ એકલાને અહીં મૂકી ગયો

મળતા રાગ

એક ફૂલ ખીલીને કરમાઈ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0