વાલા હે ઘનશ્યામ તને લાડ લડાવું, ભેટી ચૂમી આમ, તને લાડ લડાવું ૧/૧

 વાલા હે ઘનશ્યામ તને લાડ લડાવું (૨)
	ભેટી ચૂંમી આમ, તને લાડ લડાવું...વાલા૦ ટેક.
તમને વાલા હું તો નિત્ય નવરાવું, અંગો ચોળીને (૨)
સુંદર વાઘા સ્નેહે પે’રાવું, હેતે વાળ ઓળીને;
	પ્રેમે કરું પૂજન (૨), તને લાડ લડાવું...વાલા૦ ૧
તાજાં મજાનાં ભોજન જમાડું, પ્રેમે પીરસીને (૨)
મીઠી મધુરી વાતો કરાવું, સ્નેહે તને સ્પર્શીને;
	અર્પી તન ને મન (૨), તને લાડ લડાવું...વાલા૦ ૨
જ્ઞાનસખી કહે તને સ્નેહે સુવાડું, મારી શૈયામાં (૨)
સર્વે સુખો આપું તમોને, દાબી મારા હૈયામાં;
	લઈને આલિંગન (૨), તને લાડ લડાવું...વાલા૦ ૩
 

મૂળ પદ

વાલા હે ઘનશ્યામ તને લાડ લડાવું, ભેટી ચૂમી આમ, તને લાડ લડાવું

મળતા રાગ

હું તો છું હરિ સાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0