હો આજ વાલમ આવો ઘરે, સુખધામ આવો ઘરે ૧/૧

હો આજ વાલમ આવો ઘરે, સુખધામ આવો ઘરે,
 			મારું સુખ છો મારા વાલમ;
મારા વાલા તમે સંપત્તિ છો મારી,
 		સન્મતિ છો મારા વાલમ...હો આજ૦ ટેક.
શું દુ:ખાયા મારા પ્રાણ પ્રીતમ, રાજી રહેજો પ્રભુ પુરુષોત્તમ;
મારી ભૂલો ઓળખાવો હે સ્વામી, દયા કરી ટાળો મારી ખામી;
 		આખે આંસુ જીભે તારું નામ છે...હો આજ૦ ૧
રોતાં રોતાં જોઉં તારી વાટ, હું તો જીવું જીવન તારે માટ;
તારા માટે જનમ મેં ધર્યો છે, મારે હૈયે મેં નિશ્ચય કર્યો છે;
 		એક તારું જ મારે નાથ કામ છે...હો આજ૦ ૨
સુખ તારું જ દેજે સુખાળા, જ્ઞાનજીવનને હેતે હેતાળા;
તારા વિના નથી જો’તું કાંઈ, રહુ તારી છબીમાં સમાઈ;
		તારા વિનાનાં સુખ હરામ છે...હો આજ૦ ૩
 

મૂળ પદ

હો આજ વાલમ આવો ઘરે, સુખધામ આવો ઘરે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
મનોજ મિશ્રા
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
કરુણા તેરી
Studio
Audio & Video
0
0