લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે ૧/૧

લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે,
 	મેં તો સાંપી દીધા છે એને હાથ રે...ટેક.
લોકો ભલેને બકબક કરતા રે,
 	એનો નથી જરાયે મને ભાર રે...લાગી૦ ૧
આ તો અક્ષર પર પ્રભુ આવિયા રે,
 	એમાં થયો અતિશે મને પ્યાર રે...લાગી૦ ૨
હું તો પ્રગટ ભજું મારા પ્રાણને રે,
 	બીજી પડી નથી મને કાંય રે...લાગી૦ ૩
ક્યાંથી મળે આ સર્વોપરી શ્યામળો રે,
 	મારા હૈયામાં હરખ ન માય રે...લાગી૦ ૪
શ્રીજી ભજતા ભલેને દુ:ખો આવતા રે,
 	ભલે લોક કરે છે બદનામ રે...લાગી૦ ૫
મારે વચનો પાળવા છે શ્યામના રે,
 	એમાં જ્ઞાનસખીને છે આરામ રે...લાગી૦ ૬
 

મૂળ પદ

લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે

મળતા રાગ

શોભે છે સારી શ્યામ સલૂણા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વાલા
Studio
Audio & Video
0
0