મારે હરિ એક બસ આશરો તમારો, તારો કે મારો મારો કે તારો ૧/૧

હેત ભરેલી મૂર્તિ પ્યારી, સર્વોપરી તમે છો અવતારી,
પ્રેમની પીડા હરો અમારી, પ્રેમ ભરેલા હો પિયુડા,
	અમારી રક્ષા કરો મુરારી, સુખિયા કરો ભેટીને ભારી,
	અમે તો છીએ તમારી નારી, વહાલ ભરેલા હો વાલીડા;
ચુંબન લેશું હૈયામાં ધારી, રાખજો અમને સદા સ્વીકારી,
ભૂખ છે અમને એક તમારી, મન ગમતા હો ગોઠિડા,
	જ્ઞાનસખીએ હૈયામાં ધારી, દિવ્ય અલૌકિક મૂર્તિ તારી,
	અંત સમયની મૂડી મારી, મોંઘા માવા અણમૂલિડા.

મારે હરિ એક બસ આશરો તમારો, તારો કે મારો મારો કે તારો;
 	તારા વિના નાથ મારો નથી રે ઉગારો...તારો૦ ટેક.
હું તો હરિ પડી તારે પાને તરછોડે શાને, નાથ રાજી થાને લેને સ્વીકારી;
હરિ મારા શત્રુ ટાળવાને તમે મળવાને, દુ:ખ દળવાને લેને સ્વીકારી;
 	તારા વિના કોઈ મને નથી તારનારો...તારો૦ ૧
સહજાનંદ સમર્થ હે સ્વામી ! હે બહુનામી ! ટાળીને ખામી લેને સ્વીકારી;
મળ્યા મને સર્વોપરી સ્વામી ધામના ધામી, અંતરજામી લેને સ્વીકારી;
 	હાથ જોડી વાલા મારા પાડું છું પોકારો...તારો૦ ૨
જનમોજનમથી આથડું છું ભવે ભટકું છું, દુ:ખમાં રડું છું લેને સ્વીકારી;
સર્વોપરી હરિ તારાં ચરણો પ્રેમે પકડું છું, જગથી લડું છું લેને સ્વીકારી;
 	જ્ઞાનજીવન કહે હરિ હવે તો ઉગારો...તારો૦ ૩
			છંદ
પ્યારા ભરથાર, તાર મને તાર, આપી તારો પ્યાર, મારા પિયુડા,
છોડયો સંસાર, એક તમારે આધાર, કરજો મારી વાર, મારા પિયુડા;
ભૂલી ઘરબાર, હું તો થઈ તારી નાર, ફરું વિશ્વ મોઝાર, મારા પિયુડા,
સાંપી તને ભાર, હું તો રાખું તારો ભાર, જ્ઞાનસખીના પ્યાર, મારા પિયુડા.
 

મૂળ પદ

મારે હરિ એક બસ આશરો તમારો, તારો કે મારો મારો કે તારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
પિયુડા
Studio
Audio
0
0