જીવનમાં મારે કાંઈ જોઈતું નથી, પામીને તને કાંઈ બાકી નથી ૧/૧

 દોહરો : મળ્યા છો તમે મને, શ્રીહરિ જ્યારથી, હૈયે સુખ અપાર;
	આનંદ આનંદ, અંગો રે અંગમાં, પામી તમારો પ્યાર.
જીવનમાં મારે કાંઈ જોઈતું નથી, પામીને તને કાંઈ બાકી નથી...ટેક.
મહામોટા તમે આજ મળિયા મને, પિયા રાજી છું હું અતિ રાજી રાજી;
તમે સર્વોપરી સુખકારી હરિ, તારા ગુણલા ગાઉં હું તો ગાજી ગાજી;
	બીજું મુખથી હવે, કાંઈ ગાતી નથી...પામીને૦ ૧
તારી ઇચ્છા હરિ થઈ ઇચ્છા મારી, પ્રારબ્ધ મારું હરિ ઇચ્છા તારી;
તારી મૂર્તિ પિયા મને પ્યારી પ્યારી, તને વીસરી શકું નહિ વિસારી;
	મેલી તમને વૃત્તિ, ક્યાંય જાતી નથી...પામીને૦ ૨
કહે જ્ઞાનસખી વાલા કાને ધરો, આપો પાત્રતા હે પિયુ દયા કરો;
જે જે આપ્યું હરિ તમે પ્રેમે કરી, એને જીરવી શકું એવી કૃપા કરો;
	મળી પ્રાપ્તિ મને, જીરવાતી નથી...પામીને૦ ૩
 

મૂળ પદ

જીવનમાં મારે કાંઈ જોઈતું નથી, પામીને તને કાંઈ બાકી નથી

મળતા રાગ

જીવનમાં મારે કાંઈ જોઈતું નથી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વાલમ
Studio
Audio & Video
0
0