અવતારના અવતારી, તમે સર્વોપરી હે પ્યારા ૧/૧

અવતારના અવતારી, તમે સર્વોપરી હે પ્યારા;
	હરિકૃષ્ણ મહારાજ હેતાળા, હેત બહુ દેનારા...અવતાર૦ ટેક.
હું ચર્ચું હેતે ચંદન, થાય ટાઢું તમારું તન;
તમે સુખિયા થાઓ જેમ, હું કરીશ વાલમ તેમ;
	હું છું હરિવર તમારે માટે, તમે છો પ્રિયવર મારા...અવ૦ ૧
આ વાઘા ચંદન કેરા, તે ગમે છે સૌને ઘણેરા;
કરે ભક્તો સર્વે દર્શન, તેનાં ઠરે છે આંખો ને મન;
	સ્નેહે વાઘા ચંદન કેરા, કરવા દેજો નિત પ્યારા...અવ૦ ૨
સેવા જ્ઞાનસખીને આપી, થઈ રાજી પોતાની સ્થાપી;
મારાં બંધન નાંખ્યાં કાપી, રૂડું જ્ઞાન પોતાનું આપી;
	ધન્ય ધન્ય ધીંગા ધણી પિયુડા, જ્ઞાનાનંદાકારા...અવ૦ ૩

 

 

મૂળ પદ

અવતારના અવતારી, તમે સર્વોપરી હે પ્યારા

મળતા રાગ

અમારા મંદિરના ઘનશ્યામજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૦૮/૦૫/૨૦૧૨, કુંડળધામ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી