એરી સાંવરો ડારત પિચકારી..૨/૨

એરી સાંવરો ડારત પિચકારી સાંવરો ડારત પિચકારી.      ટેક
ફાગણ જાણ સખી સબ ફૂલી, ભૂલી ગતિ સંસારી ;
વિચ વિચ લાલ ગુલાલ ઉરાવત, ખ્યાલ રચ્યો સુખકારી, 
નિઃશંક ભઇ વ્રજનારી.       સાં૦૧
સબ સખી સંગ ઉમંગ ભરે અતિ, અંગોઅંગ રંગારી ;          
બજત મૃદંગ ચંગ ડફ, રંગ મચ્યો અતિ ભારી,      
વિચે વિલસે ગિરિધારી.    સાં૦ર
સુંદર શ્યામ મનોહર શોભિત, પૂરત હામ સખારી ;               
ધામ છબી મુખ શ્યામ વિલોકકે, કોટિક કામ લજારી,          
સબે ઉપમા જેહી હારી.     સાં૦૩
નટવર રૂપ બંને નંદનંદન, આનંદ કંદ અપારી ;  
મંદમંદ મુખ હાસ સોહાવત, બ્રહ્માનંદ બલિહારી,   
પિયા સંગ ખેલત પ્યારી.                 સાં૦૪

 

મૂળ પદ

સખી શ્યામરેકુ, ગાવત ગારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


SAT શ્રી સ્વામિનારાયણ મંદિર, તાપી બાગ, મોટા વરાછા, સુરત. મો.નં.+919925333400

પરંપરાગત (સ્વરકાર)
હે રસિયા
Studio
Audio
0
0