આ વાઘા ચંદન કેરા, અતિ લાગે છે અનેરા ૧/૧

આ વાઘા ચંદન કેરા, અતિ લાગે છે અનેરા;
	અતિ હેતે કરી હે પ્યારા, મુજ દિલમાં પેસી જનારા...ટેક.
હે નાથજી અમારા, અમે છીએ સદા તમારા;
	મુજ મનમાં છો વસનારા, અતિશે સુખ દેનારા...૧
માની પ્રગટ પ્રભુ તમને, અમે સેવીએ તન મન ધને;
	અમે રહેશું તમારી સાથે, ભીડી રાખજો અમને બાથે...૨
તમે ચંદન સોતા મળો, દિલ હેતે અમારા દળો;
	તમે ઠંડા ઠંડા લાગો, મને વાલા બહુ લાગો...૩
સજી ચંદન પાઘ સારી, આ જામો છે સુખકારી;
	આ સૂંથણલી છે ન્યારી, ચંદનની પ્યારી પ્યારી...૪
તમે સુખ દેવાને કાજે, ધાર્યા ચંદન શણગાર આજે;
	કહે જ્ઞાનસખી ચંદનમાં, બહુ વાલા લાગો છો મનમાં...૫

 

 

મૂળ પદ

આ વાઘા ચંદન કેરા, અતિ લાગે છે અનેરા

મળતા રાગ

હે દિવ્ય દિવ્ય મૂર્તિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ વૈશાખ વદ-૨, બુધવાર તા.૦૨/૦૫/૨૦૧૮, વડોદરા, સવારે પૂજામાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી