આ ચંદનના વાઘા, લાગે છે બહુ પ્યારા ૧/૧

આ ચંદનના વાઘા, લાગે છે બહુ પ્યારા;
	ભક્તોને માટે તમે ધારણ કર્યા છે...આ૦ ટેક.
અમને આનંદ દેવા તમે ખમી ખાવ છો,
	કેટલાક ગાઉં હરિ ગુણ હું તમારા...આ૦ ૧
અમારે માટે તમે અહીં હરિ આવ્યા;
	દર્શન દઈ ટાળ્યા સંતાપ અમારા...આ૦ ૨
આપનું ગમતું ન ગમતું નથી જોતા;
	અમારું ગમતું કરતા રહ્યા એકધારા...આ૦ ૩
જ્ઞાનજીવન કહે ઝાઝું શું હું કહું;
	અમે તમારા હરિ, તમે છો અમારા...આ૦ ૪

 

 

મૂળ પદ

આ ચંદનના વાઘા, લાગે છે બહુ પ્યારા

મળતા રાગ

મને મૂર્તિમાળે રાખો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ વૈશાખ સુદ-૧૩, શનિવાર તા.૨૮/૦૪/૨૦૧૮, સવારે ૧૦ વાગે, ધોલેરાથી વડતાલ જતાં ગાડીમાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી