આવ્યા આવ્યા રે આવ્યા રે વાલો આવ્યા રે, મારા મંદિરિયામાં આજ ૧/૧

આવ્યા આવ્યા રે આવ્યા રે વાલો આવ્યા રે,
મારા મંદિરિયામાં આજ હરિ આવ્યા રે,
	ફાવ્યા ફાવ્યા રે ફાવ્યા રે અમે ફાવ્યા રે;
	મારા મંદિરિયામાં આજ હરિ આવ્યા રે...ટેક.
મંદ મંદ હસતા ને હૈયે મારે વસતા,
થયા શ્રીજી સસ્તા ને આવ્યા સામે ધસતા;
	સામે દોડી પાયે પડી જીવમાં પધરાવ્યા રે...મારા૦ ૧
ભેટી ચૂમી ગાલમાં ને લીધી બાથ વ્હાલમાં,
પડયા મોહ જાળમાં ને નાચ્યા કુદ્યા તાલમાં;
	મોંઘો મૂલો હીરો જાણી જીવમાં જડાવ્યા રે...મારા૦ ૨
મીઠી મીઠી વાતમાં ને દીધાં સુખ રાતમાં,
પ્રગટ પરમાત્માથી ભર્યો મારો આત્મા;
	સુખના બારે મેઘો જ્ઞાનજીવન વરસાવ્યા રે...મારા૦ ૩
 

મૂળ પદ

આવ્યા આવ્યા રે આવ્યા રે વાલો આવ્યા રે, મારા મંદિરિયામાં આજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલીડા
Studio
Audio & Video
0
0