પધારોને હરિ દિલે દયા કરી, સામૈયા કરવાને કાજ ૧/૧

પધારોને હરિ દિલે દયા કરી,
 	સામૈયા કરવાને કાજ, તૈયારી કરી છે આજ...૧
ભેળા થયા સહુ વાટ જુએ બહુ,
 	આખું ગામ આજ ઉમંગે, ભાગોળે આવ્યું રંગેસંગે...૨
અરજી ઉર ધારો જલ્દીથી પધારો,
 	નરનારી વધાવવા માટે, આવ્યાં છે આઘેરી વાટે...૩
વિધવિધ વાજાં વાગે રૂડાં બહુ લાગે,
	ધીનાન ધીનાન તબલાં વાગે, ઝણણણ ઝણણણ ઝાલર વાગે...૪
ઊડે બહુ ગુલાલ થયું બધું લાલમલાલ,
	અટારીએ ચડી છે નારી, વધાવવાને ગિરધારી...૫
રમે રાસમંડળી જુએ સહુ જન મળી,
	જ્ઞાનજીવનના સ્વામી કાજ, ઊમટયો છે સહુ સમાજ...૬
 

મૂળ પદ

પધારોને હરિ દિલે દયા કરી, સામૈયા કરવાને કાજ

મળતા રાગ

મંગલકારી મૂરતિ તેમાં રાખી સુરતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પધારોને
Studio
Audio
0
0