આજ અમારે ગામ વાલો ભલે આવ્યા રે, ભલે આવ્યા રે મારે હૈડે ભાવ્યા રે ૧/૧

આજ અમારે ગામ વાલો ભલે આવ્યા રે,
 	ભલે આવ્યા રે મારે હૈડે ભાવ્યા રે...આજ૦ ટેક.
વિનંતી સુણી આવ્યા અમારે માટે,
અમારે ગામ આવ્યા વાલમજી વાટે;
 	અતિશે સંતો ભક્તો સાથે લાવ્યા રે...આજ૦ ૧
આનંદ થયો છે મને અંગો રે અંગ,
નાચીશ કુદીશ હું તો શ્રીજીને સંગ;
 	હૈયાના હાર મારે ગામ આવ્યા રે...આજ૦ ૨
ચાલો ચાલોને જઈએ શ્રીજીની સામે,
પ્રાણનાથ આવ્યા છે આપણા ગામે;
 	પ્રગટયા છે પુણ્ય અતિ અતિ ફાવ્યા રે...આજ૦ ૩
ચાલો ચાલોને સહુ સખિયો ચાલો,
એ આવ્યા જુઓ આવ્યા આપણો વાલો;
 	જ્ઞાનજીવન કહે આજ ભાગ્ય જાગ્યા રે...આજ૦ ૪
 

મૂળ પદ

આજ અમારે ગામ વાલો ભલે આવ્યા રે, ભલે આવ્યા રે મારે હૈડે ભાવ્યા રે

મળતા રાગ

આજ શ્રીહરિ ને સંતો રાસ રમે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી