આવો રે મારે આંગણીએ પ્યારા હરિ, પધારો મારે મંદિરીએ સર્વોપરી ૧/૧

આવો રે મારે આંગણીએ પ્યારા હરિ,
પધારો મારે મંદિરીએ સર્વોપરી;
		તમને જોતાં આનંદ થાય છે,
		હેતે હૈયું મારું જાય છે ઠરી..ટેક.
માધુરી મૂરતિ સુખથી ભરેલી,
હૈયે વસી મારે હેતે ભરેલી;
		હૈયામાં રાખું હેતેથી હરિ,
		સદાય રહું હું બાથ જ ભરી..આવો૦ ૧
શય્યામાં સુવારી તન મન વારી,
હૈયા ઉપર રાખું પ્યારા હરિ;
		મારું સુખ સર્વે તમારું જ કરી,
		સ્નેહે રહો તમે મુજમાં ઠરી..આવો૦ ૨
હેતમાં ને હેતમાં હૈયે રહો વળગી,
પળ ના કરશો પિયુ મને અળગી;
		જ્ઞાનસખીને એક તમારી જ કરી,
		સંગાથે રાખજો સદાય હરિ..આવો૦ ૩
 

મૂળ પદ

આવો રે મારે આંગણીએ પ્યારા હરિ, પધારો મારે મંદિરીએ સર્વોપરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
રાજાધિરાજ
Studio
Audio
0
0