પોઢોને શ્રીઘનશ્યામ, બાલુડા રાત બહુ ગઈ છે ૧/૧

પોઢોને શ્રીઘનશ્યામ, બાલુડા રાત બહુ ગઈ છે;
	વાલમ કરોને વિશ્રામ, બાલુડા રાત બહુ ગઈ છે...ટેક.
હાલા ગાઉં ને તને, હેતે પોઢાડું;
ગૌરી ગાયનું દૂધ, કઢિયલ પીવાડું;
		ઘાટી ઊંઘ આવે સુખધામ...બાલુડા૦ ૧
સૂવાનો વેશ તમે, વાલમજી પહેરો;
પોઢંતી મૂરતિથી, મન મારું હરો;
		કાલે છે નાથ ઘણાં કામ...બાલુડા૦ ૨
નિંદરડી નાથ તારી, આંખે ઘેરાણી;
બગાસું જોઈ મારી, આંખો ચોરાણી;
		જાય છે રાત આમનામ...બાલુડા૦ ૩
જ્ઞાનસખી કહે પોઢો, પગચંપી કરું;
હળવો રે હાથ તને, હેતે હરિ ફેરું;
		આંખ્યું મીંચોને મારા શ્યામ...બાલુડા૦ ૪

 

 

મૂળ પદ

પોઢોને શ્રીઘનશ્યામ, બાલુડા રાત બહુ ગઈ છે

મળતા રાગ

બાલુડા શ્રીઘનશ્યામ મને રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ - ૨
Studio
Audio & Video
0
0