આપોને વાલા આપો, મને તમારી સ્મૃતિ આપો ૧/૧

 આપોને વાલા આપો, મને તમારી સ્મૃતિ આપો;
	દયાળુ તારા રૂપે મને, અખંડવૃત્તિ આપો...આપોને૦ ટેક.
તમે છો મારા પ્રભુજી ને, તમે છો મારા ગુરુજી;
તમે છો મારી સંપત્તિ ને, તમે છો મારી સન્મતિ;
	તમે છો મારા પિયુજી ને, તમે છો મા ને બાપો...આપોને૦ ૧
તમે છો મારા સખા ને બંધુ, તમે છો ઘર ને બાર;
તમે છો મારાં સગાં ને વહાલાં, તમે જ છો સંસાર;
	ત્યાગ ને તન-મન તમે છો વાલા, જપું છું તારા જાપો...આપોને૦ ૨
તમે છો મારાં ગાડી ને બંગલા, તમે છો મારી આબરૂ;
તમે છો મારા રક્ષક પોષક, તમે જ સુખના દાતા;
	તમે છો મારા આતમ વાલા, તમારા રૂપે સ્થાપો...આપોને૦ ૩
તમે જ મારાં સોના ચાંદી, મોતી હીરા ખાણ;
તમે જ મારે દેશ વિદેશ, તમે છો ગામ ને ગરાસ;
	તમે જ મારી સર્વે કળા, ભવનાં બંધન કાપો...આપોને૦ ૪
તમે જ મારી સર્વેબુદ્ધિ, તમે ગતિ ને પ્રગતિ;
તમે જ મારી હામ હરિડા, સુણજો મારી વિનતિ;
	તમે જ મારું જ્ઞાન ગોઠીડા, તમે જ અક્ષરધામો...આપોને૦ ૫
તમે જ મારા સદ્ગુણ સર્વે, તમે જ સુખનું ધામ;
જ્ઞાનસખીના છૈયા શ્રીજી, તમે જ છો વિરામ;
	દયા કરીને મૂર્તિમાળે, વિરામ મુજને આપો...આપોને૦ ૬ 
 

મૂળ પદ

આપોને વાલા આપો, મને તમારી સ્મૃતિ આપો

મળતા રાગ

ખમાજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી