જય સદ્‌ગ્રંથ હરિ, પ્રભુ જય ગ્રંથરૂપ હરિ (જનરલ ગ્રંથ આરતી) ૧/૧

જય સદ્‌ગ્રંથ હરિ, પ્રભુ જય ગ્રંથરૂપ હરિ;
	ઘોર કળિમાં આજે (૨) પ્રગટ છો દયા કરી...જય૦ ટેક.
આપને વાંચે વિચારે, પાઠ કરે પ્રીતે (કોઈ) (૨)
	સાંભળે સ્નેહે સદાયે (૨) તે માયા જીતે...જય૦ ૧
સ્નેહે કરી કોઈ કરશે, આપનું સદા સેવન પ્રભુ (૨)
	તેની સાથે તમે રહેશો (૨) પ્રગટ સદા ભગવન્...જય૦ ૨
સદ્‌ગ્રંથરૂપે આજેય, સાથે રહો છો સદાય પ્રભુ (૨)
	દેવ ઋષિ મુનિ સંતો (૨) સદ્‌ગ્રંથના ગુણ ગાય...જય૦ ૩
શાસ્ત્ર સ્વરૂપે શ્રીહરિ, આપો છો બહુ જ્ઞાન (તમે) (૨)
	હરિચરિત્ર સુખ દ્યો છો (૨) કૃપા કરી ભગવાન...જય૦ ૪

 

 

મૂળ પદ

જનરલ ગ્રંથ આરતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio
0
0