ઓ મારા રાજાધિરાજ, ઓ મારા શ્રીજી મહારાજ ૧/૧

ઓ મારા રાજાધિરાજ, ઓ મારા શ્રીજી મહારાજ,
મને તમારી જ સ્મૃતિ રહો, મને જગની વિસ્મૃતિ રહો,
 		મને અહંની વિસ્મૃતિ રહો;
ઓ મારા નાવલિયા નાથ, ઓ મારા જીવના સંગાથ,
મને મૂર્તિની સ્મૃતિ રહો, મને માયાની વિસ્મૃતિ રહો,
 		મને મારી વિસ્મૃતિ રહો...ટેક.
તમે છો કર્તા થકા અકર્તા, પ્રાણઆધાર છો હિતકર્તા;
 	તવ કર્તૃત્વનું ભાન જ રહો...ઓ મારા૦ ૧
કર્તૃત્વ તારું સદાગ્રહી રહું, કર્તા છો તમે હું અકર્તા રહુ;
 	કર્તાપણે એક તમે જ રહો...ઓ મારા૦ ૨
ચૈતન્યમૂર્તિ છો દિવ્યાનંદ, પ્રગટ છો તમે મૂળ સુખકંદ;
 	મને અખંડ એવી પ્રતીતિ રહો...ઓ મારા૦ ૩
જ્ઞાનજીવનના જીવન તમે, તમે કરો તે સર્વે મને ગમે;
 	એવો તમારો મને રાજીપો રહો...ઓ મારા૦ ૪
 

મૂળ પદ

ઓ મારા રાજાધિરાજ, ઓ મારા શ્રીજી મહારાજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
રાજાધિરાજ
Studio
Audio & Video
0
0