તમે એક સાંભરો ને બીજું ભુલવાડો, તમારી સ્મૃતિમાં મને શ્રીહરિ જીવાડો ૧/૧

 તમે એક સાંભરો ને બીજું ભૂલવાડો;
તમારી સ્મૃતિમાં મને શ્રીહરિ જીવાડો;
	દયા કરી નાથ તારી મૂરતિને પમાડો;
	માયા કેરો મોહ મારો શ્રીહરિ મટાડો...તમે૦ ટેક.
માયા કેરાં સુખ મેં તો જાણ્યાં માણ્યાં બહુ;
શુભાશુભ કર્મફળ ચાખી લીધાં સહુ;
	વ્હાલા પ્રભુ તેથી હવે થાકી ગયો બહુ;
	હવે સુખ શ્રીહરિજી તમારું ચખાડો...દયા કરી૦ ૧
સત્તા ને સંપત્તિમાં તો ભાળ્યું નહિ કાંઈ;
સમજ્યા વિના હરિ ત્યાં હું ગયો’તો રોકાઈ;
	જગતમાં ઝાઝું મારે ગયું છે ઊંઘાઈ;
	જાણીને તમારો મને શ્રીહરિ જગાડો...દયા કરી૦ ૨
માયા વિષે અહંતા ને મમતા થઈ છે ભારી;
જૂની મારી વાસનાને નાથ દ્યો વિદારી;
	પામું માત્ર તમને એવું કરજો દુ:ખહારી;
	ટાળી માયા મોહન મને મૂરતિમાં લગાડો...દયા કરી૦ ૩
સહજાનંદજી નાથ મારા સાંભળો પોકારો;
ભૂલેલો હું જીવ પણ નાથ છું તમારો;
	ઘણો ગયો કાળ હવે બિરુદ સંભારો;
	માફ કરી તમારામાં ‘જ્ઞાન’ને બુડાડો...દયા કરી૦ ૪
 

મૂળ પદ

તમે એક સાંભરો ને બીજું ભુલવાડો, તમારી સ્મૃતિમાં મને શ્રીહરિ જીવાડો

મળતા રાગ

તમે એક સાંભરો ને બીજું ભૂલવાડો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
તમે એક સાંભરો
Studio
Audio & Video
0
0