માફ કરો મહારાજ મુજને, માફ કરો મહારાજ ૧/૧

માફ કરો મહારાજ મુજને, માફ કરો મહારાજ;
	મોટા મોટું મન રાખીને, માફ કરો મહારાજ...ટેક.
ભૂલ્યો કરી છે કરતો રહ્યો છું, થયો છું દુ:ખિયો આજ;
	તમારો જાણીને દયા કરો હરિ, સુધારો મારું કાજ...માફ૦ ૧
પંચવિષયની પીડા ટાળો, આપો તવ સુખ સાજ;
	જ્ઞાન તમારું દઈને વાલમ, કરોને સુખિયો આજ...માફ૦ ૨
સંકલ્પો મારા ટાળવા કાજે, કરો સંકલ્પ મહારાજ;
	દીન તમારો દાસ જાણીને, સુણજો મારો અવાજ...માફ૦ ૩
જ્ઞાનજીવન છે ગરીબ તમારો, તમે છો ગરીબનવાઝ;
	કરો દાતારી દીન-દુ:ખિયા પર, ટાળો ભિખારી આજ...માફ૦ ૪
 

મૂળ પદ

માફ કરો મહારાજ મુજને, માફ કરો મહારાજ

મળતા રાગ

દિવ્ય દિવ્ય મહારાજ મળિયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કેદારો
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલા
Studio
Audio & Video
0
0