સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો ૧/૧

સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો,
જેમ છે એમ જીવન મને, તમારો મહિમા સમજાવો;
	હરિ હરિજનનો મહિમા મારે, નિશદિન વાલા ગાવો...ટેક
દિવ્ય તમારું રૂપ રસિયા, દિવ્ય તમારા ગુણો,
સર્વત્ર હરિ વાસ તમારો, ખાલી નહિ કોઈ ખૂણો,
	ખૂણો ન ખાલી થાય તમથી, ભાગીને ક્યાં જાવો...સમ૦ ૧
દયા કરી અણમાપ દયાળું, હું છું નાથ તમારો,
સાચું કહું હે સ્નેહીડા મારે, ખપ છે નાથ તમારો,
	માટે તમે મોહન મુજને, એક જ અનુભવાવો...સમ૦ ૨
ગુરુ ગોપાળાનંદસ્વામીની, પરંપરામાં આવ્યો,
આ વખતે હું જનમ લઈને, વાલમ અતિશે ફાવ્યો,
	સ્વામીને છે તેવો જ મહિમા, તમારો મુજને થાવો...સમ૦ ૩
આજ અનુપમ અવસર આવ્યો, ભારે ભવજળ તરવા,
હરિભક્તોને રાજી કરીને, તમને રાજી કરવા,
	હરિ હરિજનનો મહિમા જલ્દી, જ્ઞાનજીવનને કરાવો...સમ૦ ૪
 

મૂળ પદ

સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંકિર્તનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સુખની ખાણી
Live
Audio & Video
0
0