હે વાલમ મેં તો લીધી તારી વાટ, તુંને મળવા માટ ૧/૧

હે વાલમ મેં તો લીધી તારી વાટ, તુંને મળવા માટ,
	વચમાં નડે છે મને નબળા આ ઘાટ,
	કરો કૃપા વહાલા મારા ટાળોને ઉચાટ...હે વાલમ૦ ટેક.
મળવું છે તમને ગમવું છે તમને, નમવું છે તમને પામવું છે તમને,
પિયું તારે માટે હું તો, અખંડ કરું ઘાટ, તુંને મળવા માટ;
	વાલા મારા આવો કરો મીઠી મીઠી વાત...હે વાલમ૦ ૧
સેવવા છે તમને ભેટવા છે તમને, ચૂમવા છે તમને, રાખવા છે તમને,
ઢાળી તારે માટે મેં તો, હૈયા કેરી ખાટ, તુંને મળવા માટ;
	વાલા મારા આવો કરો મીઠી મીઠી વાત...હે વાલમ૦ ૨
સદા ગાવું તમને કામ આવું તમને, હૈયે લાવું તમને સોંપાવું છે તમને,
જ્ઞાનજીવન સરજાણી, હું તો તારે માટ, તુંને મળવા માટ;
	વાલા મારા આવો કરો મીઠી મીઠી વાત...હે વાલમ૦ ૩
 

મૂળ પદ

હે વાલમ મેં તો લીધી તારી વાટ, તુંને મળવા માટ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલમ
Studio
Audio & Video
0
0