હે શાંતિ દાતાર, મારા આત્માના આધાર ૧/૧

 હે શાંતિ દાતાર, મારા આત્માના આધાર, સુણોને મારો પોકાર;
	મારે તમને મળવું છે, બસ એક તમને મળવું છે;
હે સાકાર આનંદ, ઓ સ્વામી સહજાનંદ, બીજાં છોડીને બંધન;
	મારે તમને મળવું છે, હરિવર તમને મળવું છે...ટેક.
મારે તમે જ સુખ છો સહુ, મળ્યા વિના કેમ હું રહું;
હું સાચું તમને કહું, મને ગમો છો તમે બહુ;
	તમે છૈયા, મારા હૈયા, મને લટકે વશ કરનાર...હે શાંતિ૦ ૧
મને પ્યારી તારી કાયા, મને લાગી એની માયા;
અરે ભક્તિમાના જાયા, મારા હૈયામાં સમાયા;
	મને નારી, ગણ તારી, મારા મનમાન્યા ભરથાર...હે શાંતિ૦ ૨
મેં જોયા છે જે દિના, મારા મનમાં છો તે દિના;
દયા કરોને નાથ દીના, મારે નહિ ચાલે તમ વિના;
	મને લઈ લે, તને દઈ દે, થઈ જઈએ એકાકાર...હે શાંતિ૦ ૩ 
 

મૂળ પદ

હે શાંતિ દાતાર, મારા આત્માના આધાર

મળતા રાગ

ઓ હૈયા કે હાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
કરુણા તેરી
Live
Audio & Video
0
0