મારા સહજાનંદ સ્વામી મને પ્યારા લાગે, એ તો સર્વોપરી હરિ ૧/૧

મારા સહજાનંદ સ્વામી મને પ્યારા લાગે (૨)
	એ તો સર્વોપરી હરિ સૌથી ન્યારા લાગે...ટેક.
ધામધામના ધામી વાલો સહજાનંદ સ્વામી,
દીનબંધુએ ટાળી દીધી સર્વે મારી ખામી,
	સદા સાથમાં રહે છે જીવ મારા લાગે...એ તો૦ ૧
દયા કેરો દરિયો મારા સહજાનંદ સ્વામી,
કામ કર્યાં જીવોનાં વા’લે રાખી નહિ ખામી,
	એનાં ચરિત્ર તે મને બહુ સારાં લાગે...એ તો૦ ૨
પ્રેમ ભરેલી મૂર્તિ મારા સહજાનંદ સ્વામી,
જાણે છે પળ પળની સર્વે વ્હાલો અંતર્યામી,
	કહે જ્ઞાનજીવન શ્રીજી પ્રાણ પ્યારા લાગે...એ તો૦ ૩
 

મૂળ પદ

મારા સહજાનંદ સ્વામી મને પ્યારા લાગે

મળતા રાગ

મીઠે રસસે ભરોડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
0
0