આ બંધન, આ બંધન, આ વજ્ર જેવું બંધન ૧/૧

આ બંધન, આ બંધન, આ વજ્ર જેવું બંધન;
 		છોડાવો ધર્મનંદન...આ બંધન૦ ટેક.
પંચવિષયની આસક્તિ એ જ, બૂરું છે બંધન;
	શ્રીજી તમારે ચરણે આવ્યો, કરું છું હું વંદન...આ બંધન૦ ૧
તોડવાં ભારે કઠણ છે આ, માયાનાં ત્રણ તન;
	પંચવિષયનું દેહાભિમાને, રહ્યા કરે ચિંતવન...આ બંધન૦ ૨
વહેલા આવો મને છોડાવો, પોકારે જ્ઞાનજીવન;
	પળ એક તમને હું ના ભૂલું, એવું કરો જીવન...આ બંધન૦ ૩
 

મૂળ પદ

આ બંધન, આ બંધન, આ વજ્ર જેવું બંધન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી