આ જ્ઞાનનો કરો ઉપયોગ, પિયાજી તારે પાયે પડું છું ૧/૧

આ જ્ઞાનનો કરો ઉપયોગ, પિયાજી તારે પાયે પડું છું;
	જોઈએ સતત તારો યોગ, વાલાજી એને માટે રડું છું...ટેક.
રહું સદા હરિ હું તો સુખરૂપ, આપોને વાલા મને તમારું સ્વરૂપ;
	બીજું નથી જો’તું મારે કાંઈ, સદાયે તને હૈયે જડું છું...આ૦ ૧
મારી સામે તમે જુઓ મારા શ્યામ, એવું કરોને પિયા આવું તારે કામ;
	કરતો નથી સેવા સતત, હજુ તો ઘણો તમને નડું છું...આ૦ ૨
મને બુડાડો હરિ તવ સુખમાંય, રહો ‘જ્ઞાન’ને સદા તમારી સહાય;
	ટાળો માયિક ઇચ્છા તમામ, માયાનાં સુખ સાથે લડું છું...આ૦ ૩
 

મૂળ પદ

આ જ્ઞાનનો કરો ઉપયોગ, પિયાજી તારે પાયે પડું છું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
શું કહુ કૃપા તમારી
Studio
Audio & Video
0
0