હે મનવા બેઠો રે શાંતિથી શ્રીઘનશ્યામમાં, પડીશ મા ખેંચાઈને લોભથી ૧/૧

હે મનવા બેઠો રે શાંતિથી શ્રીઘનશ્યામમાં,
	પડીશ મા ખેંચાઈને લોભથી ક્રોધ ને કામમાં...હે મનવા૦ ટેક.
મેલી પંચવિષય પ્રેમે હરિમાં રહે,
એમાં નથી સુખ કંઈ, પ્રેમે હરિમાં રહે (૩)
	જગતનાં, માન નહિ આવે જો તારા કામમાં,
	બેસીને મૂર્તિરૂપી માળે રહે આરામમાં...હે મનવા૦ ૧
સાચું મોંઘેરું સુખ માત્ર મૂર્તિમાં છે,
મહાઅલૌકિક સુખ, માત્ર મૂર્તિમાં છે (૩)
	મેલીને, મૂર્તિનું આ સુખ રખડ મા ગામમાં,
	જગતનાં મેલીને આ દુ:ખ પહોંચી જા ધામમાં...હે મનવા૦ ૨
જ્ઞાનજીવનના મન રહે મૂર્તિમાં તું,
મારું મૂર્તિ જીવન, રહે મૂર્તિમાં તું (૩)
	આંખલડી, રાખ્ય હરિના રૂપે જીભલડી નામમાં,
	વૃત્તિઓ રાખીને હરિરૂપે ડૂબી જા શ્યામમાં...હે મનવા૦ ૩
 

મૂળ પદ

હે મનવા બેઠો રે શાંતિથી શ્રીઘનશ્યામમાં, પડીશ મા ખેંચાઈને લોભથી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
મનવા
Studio
Audio
0
0