હો વાલમ રે...આવજો હે પ્યારા, ફરી ફરી મારે ગામ ૧/૧

હો વાલમ રે...આવજો હે પ્યારા, ફરી ફરી મારે ગામ,
 		તમારા વિયોગે અમે ઝૂરશું તમામ,
 		રટયા રે કરીશું તારું રાતદિન નામ...ટેક.
રડયા રે કરશું આંસુડાં પાડશું, ગમશે નહિ જો ક્યાંય,
વે’લા રે આવજો બહુ ના રડાવજો, છીએ તમારા મારા રાય;
	હો વાલમ રે, તમારા વિનાનું સૂનું લાગે આખું ગામ..તમારા૦ ૧
જોઈને જીવતાં સુખ બહુ માણતાં, રાજી હતાં સહુ સાથ,
તમે તો ચાલ્યા ન રહ્યા ઝાલ્યા, સ્વતંત્ર છો મારા નાથ;
	હો વાલમ રે, ભલે આજ જાઓ જલ્દી આવજો આ ગામ..તમારા૦ ૨
અમારાં દિલડાં તમારી સાથે, રહેશે હવે સદાય,
જ્ઞાનજીવનના પિયુ પાતળિયા, રાજી રહેજો સદાય;
	હો વાલમ રે, જલ્દી જલ્દી પાછા પિયુ આવજો આ ગામ..તમારા૦ ૩
 

મૂળ પદ

હો વાલમ રે...આવજો હે પ્યારા, ફરી ફરી મારે ગામ

મળતા રાગ

ઓ વાલમ રે તમને મળવાનું મને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિદાય
Studio
Audio
0
0