આપીએ વિદાય પણ, દિલ નથી માનતું, મન નથી માનતું ૧/૧

આપીએ વિદાય પણ, દિલ નથી માનતું, મન નથી માનતું;
 	જાવ છો જીવન તમે, નથી અમને ગમતું, જરાય નથી ગમતું...ટેક.
ધરીએ કેમ ધીર અમે, અજ્ઞાની જીવડા,
ચાલ્યા જાવ છો તમે, નયન કેરા દીવડા;
 		નથી દેવા જાવા પણ,
 		કાંઈ નથી ચાલતું, અમારું નથી ચાલતું...આપીએ૦ ૧
નયણાંથી આંસુ પાડી, વિનવીએ હે શામળા,
ફરી પાછા આવજો, પિયુડા ઉતાવળા;
 		તમ વિના હવે અમને,
 		નથી નાથ ફાવતું, જરાય નથી ફાવતું...આપીએ૦ ૨
જ્ઞાનજીવન સુખ આપ્યું, કદી નહિ ભૂલીએ,
પ્રેમ તારો પિયા મારા, શાનાથી મૂલવીએ;
 		સુખ તારું માણ્યા પછી,
 		ચેન નથી પડતું, હૈયું રહ્યું રડતું...આપીએ૦ ૩
 

મૂળ પદ

આપીએ વિદાય પણ, દિલ નથી માનતું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિદાય
Studio
Audio
0
0