હો વાલમજી ! ફરી વે’લા આવજો, સંતો સાથે લાવજો ૧/૧

હો વાલમજી ! ફરી વે’લા આવજો, સંતો સાથે લાવજો;
	ભૂલી ના જાતા પિયા અમને, રડી રડી વીનવીએ તમને..ટેક.
થોડીવાર ઊભા રહો, કહેવા છે બે વેણલાં, સુણો મારા કેણલાં,
આટલી ઉતાવળ શાની, કરો હરિ હીરલા, ઓ રે મારા વીરલા;
	વાલમજી, ક્યારે પાછા આવશો, ફરી ક્યારે મળશો..ભૂલીના૦ ૧
અમ જેવા વાલા તારે, ભક્તો અપારા, અતિ પ્યારા પ્યારા,
અમારે તો એક તમે, દુ:ખ હરનારા, પ્રાણ આધારા;
	વાલમજી, પિયુ મારા પાતળા, આવજો ઉતાવળા..ભૂલીના૦ ૨
અમ ઘેર આવી તમે, સુખ બહુ આપિયાં, દુ:ખ બધાં કાપિયાં,
જ્ઞાનજીવન અમને, હૈયાં સાથે ચાંપિયાં, હૂંફબળ આપિયાં;
	વાલમજી, ભલે આજ જાવ જો, વે’લા વે’લા આવજો..ભૂલીના૦ ૩
 

મૂળ પદ

હો વાલમજી ! ફરી વે’લા આવજો, સંતો સાથે લાવજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિદાય
Studio
Audio
0
0