કેમ દઉ જાવા પિયુ, કેમ દઉ જાવા. ક્યાંથી મળો રે તમે, હરિવર આવા ૧/૧

કેમ દઉ જાવા પિયુ, કેમ દઉ જાવા;
 	ક્યાંથી મળો રે તમે, હરિવર આવા...ટેક.
તુજ વિના મારે હરિ, નથી રે રહેવાતું,
તુજ વિના હૈયે મારે, સુખ નથી થાતું;
 	જાતાં જાણી મન મારું, લાગે મૂંઝાવા...કેમ૦ ૧
નથી રે આધાર હવે, તુજ વિના કોઈ,
છોડયું બધું તારે કાજે, જીવું તારી હોઈ;
 	વાપરી નાખું બધું મારું, તને સુખ થાવા...કેમ૦ ૨
આટલાં લડાવ્યાં લાડ, હવે શું રિસાણાં,
કઈ અકોણીથી તમે, નાથ ભરમાણાં;
 	જ્ઞાનસખી કેમ દિયે, તને છેટો થાવા...કેમ૦ ૩
 

મૂળ પદ

કેમ દઉ જાવા પિયુ, કેમ દઉ જાવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિદાય
Studio
Audio
0
0