અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે ૧/૧

અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે...ટેક.
વચનામૃતમાં વાલોજી બોલ્યા, વાંચો આજ ને આજ;
	મહિમા કીધો સત્સંગનો, શ્રી મુખે મહારાજ...અમોને૦ ૧
જપ તપ વ્રત યજ્ઞ દાન, બીજાં સાધન બહુ;
	સત્સંગથી અતિ રાજી, સત્સંગ કરો સહુ...અમોને૦ ૨
કપટ રહિત સંતને સેવો, કપટ રહિત થઈ;
	‘જ્ઞાન’ કહે હરિ પામી જાશું, શંકા ન રાખો કંઈ...અમોને૦ ૩
 

મૂળ પદ

અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે

મળતા રાગ

કાનાને માખણ ભાવે રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી