નથી પંચવિષયમાં સુખ, પ્રભુ એક જ મારું સુખ ૧/૧

નથી પંચવિષયમાં સુખ, પ્રભુ એક જ મારું સુખ;
	નથી પંચવિષયે આનંદ, મારો આનંદ સહજાનંદ...નથી૦ ટેક.
આ વિકાર જે ફેરફાર એમાં, નથી માલ જરાય,
સ્થિર સદા બ્રહ્મપુરે, આ શ્રીજી સદા સુખદાઈ;
	અણુ અણુમાં સહજાનંદ, આ મૂરતિ મહા આનંદ,
એ પામ્યો હું પરમાનંદ, મારો આનંદ સહજાનંદ...નથી૦ ૧
આ માયા વિકારી ને જડ છે, એમાં આનંદ ક્યાંથી હોય,
	અસ્થિર દેહ આ દુનિયામાં, તો સ્થિરતા ક્યાંથી હોય;
એ સ્થિર બ્રહ્મસ્વરૂપ હું, એમાં રહ્યા છે સહજાનંદ,
એ તો મહાસુખ છે અખંડ, મારો આનંદ સહજાનંદ...નથી૦ ૨
	આ જ્ઞાનજીવનનો સર્વોપરી, આધાર છે સુખધામ,
એમાં રહું એને જોવું, હું માણું સદા ઘનશ્યામ;
આ સાકાર મૂરતિ સુખ, બીજું સર્વે મનાણું દુ:ખ,
	આ સર્વોપરી સુખકંદ, મારો આનંદ સહજાનંદ...નથી૦ ૩
 

મૂળ પદ

નથી પંચવિષયમાં સુખ, પ્રભુ એક જ મારું સુખ

મળતા રાગ

આજના દિવસે પ્રભુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વાલા
Studio
Audio
0
0