આવો મહારાજ, આવો મહારાજ, હેત કરી મારે ઘેર આવો મહારાજ ૧/૧

આવો મહારાજ, આવો મહારાજ,
		હેત કરી મારે ઘેર આવો મહારાજ,
		વાસ કરી મારે ઘેર રહો મહારાજ...ટેક.
એક વાર દયા કરી આવો મહારાજ,
	હૈયા કેરા હાર હરિ આવો મહારાજ...આવો૦ ૧
પ્રાણના આધાર મારા આવો મહારાજ,
	લગાડોમાં વાર મારા આવો મહારાજ...આવો૦ ૨
કાળજાની કોર મારા આવો મહારાજ,
	ચિત્તડાના ચોર મારા આવો મહારાજ...આવો૦ ૩
વ્હાલા વ્હાલા અતિ વ્હાલા આવો મહારાજ,
	કરું છું હું કાલા વાલા આવો મહારાજ...આવો૦ ૪
હરિ મારા પ્રાણ પ્યારા આવો મહારાજ,
	શ્રીજી મહારાજ મારા આવો મહારાજ...આવો૦ ૫
રાજી થાઓ જ્ઞાન માથે આવો મહારાજ,
	મોટા મોટા મુક્તો સાથે આવો મહારાજ...આવો૦ ૬
 

મૂળ પદ

આવો મહારાજ, આવો મહારાજ, હેત કરી મારે ઘેર આવો મહારાજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વડતાલમાં બિરાજ્યાં
Studio
Audio
0
0