વડતાલધામવાસી હરિકૃષ્ણજી, ઓ હરિકૃષ્ણજી ૧/૧

વડતાલધામવાસી હરિકૃષ્ણજી, ઓ હરિકૃષ્ણજી,
			આજ મારે ઘેરે આવો.
સુણો સુણોને વ્હાલા મારી અરજી, આ મારી અરજી,
			આજ મારે ઘેરે આવો...ટેક.
તારા દર્શન વિના દિન-રાત દુ:ખી,
દર્શન આપીને હરિ કરો મુને સુખી,
	સુખી હું તો જ થાઉં મળો હરિજી, કૃપા કરીજી...આજ૦ ૧
જીવન વિતાવું એક તમારા જ તાનમાં,
દર્શન કરવાને બહુ આવી વડતાલમાં,
	એકવાર મારા મહેમાન થાઓજી, આવો પધારોજી...આજ૦ ૨
તમે બિરાજ્યાં વડતાલ નિજ હાથે,
રાજી થઈને વ્હાલા રહો મુજ સાથે,
	રમાડું જમાડું અતિ પ્રેમ કરુંજી, હૈયે ધરુંજી...આજ૦ ૩
સર્વે છે તુજ વિના દુ:ખનું દેનારું,
તમારા વિના વ્હાલા કોઈ નથી મારું,
	જ્ઞાનજીવન પ્રાર્થના કરે છે ગરજી, કરોને મરજી...આજ૦ ૪

 

 

મૂળ પદ

વડતાલધામવાસી હરિકૃષ્ણજી, ઓ હરિકૃષ્ણજી

મળતા રાગ

પ્રાણપ્યારા હરિ મારા સુણો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
વડતાલવાસી હરિકૃષ્ણ
Studio
Audio & Video
0
0