અળગા ન દેખું હરિ કદિએ મુજથી, હરિ મારે વિષે બેઠા માનું એવું નક્કી ૧૪/૧૬

અળગા ન દેખું હરિ કદિએ મુજથી,
	હરિ મારે વિષે બેઠા માનું એવું નક્કી...૧
બીજાને કર્તા માનીને દુ:ખી નથી થાવું,
	નથી તુંથી કોઈ મોટો સમજું હું આવું...૨
તારા વિના સર્વે છૂટે તેમાં રાજી રહું,
	જાતા સર્વે જગ છેટું કાંઈ નવ કહું...૩
તમમાં આસક્તિ એક બીજો સત્સંગ,
	એટલામાં મને વ્હાલા રહેજો ઉમંગ...૪
જ્ઞાનજીવન હરિ પ્યારા પળ ન વિસારે,
	હરિ હરિજન વિના અન્ય ન સંભારે...૫

 

 

મૂળ પદ

તમારા વિના મને કાંઈ નવ દેશો, તમારે વિષે મારો જીવ લઈ લેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી