હૈયા કેરા હાર હરિ સુણો વિનતી છું તારી દાસી તમે મારા છો પતિ; ૧/૧

હૈયા કેરા હાર હરિ સુણો વિનંતી, હું છું તારી દાસી તમે મારા છો પતિ;
નાવલીયા છો નાથ મારા સુખના દેનાર,
હૈયા ઉપર રાખી વ્હાલા કરૂં તને પ્યાર...ટેક.
છાતીમાં સંઘરુ હું સ્નેહે તને, ભીડીને હૈયામાં રાખું તને;
ભેટીને ભાવે હું ચૂમું તને, હૈયા કેરે હિંચકે ઝૂલાવંુ તને;
છૈયા સદા સાથ રહો કરીને પ્રીતિ,
શીખવજો સ્નેહે મને પ્રેમની રીતી...હૈયા૦ ૧
મૂર્તિ તમારી છે વ્હાલી મને, સંતાડી રાખું છું મારા મને,
વર્યા છે તમને મેં તને મને, છોડશોમાં પિયા તમે કદી મને;
સેવા કરી વ્હાલા તમને લેવા છે જીતી,
તમો અર્થે નાથ હું તો નથી રે બીતી...હૈયા૦ ૨
તન મન ધન મારું તમે રાખો, મૂર્તિમાં સાથ મને સ્નેહે રાખો,
તમારા માટે છું ભવ આખો, પિયા મારા જરા ના સંકોચ રાખો;
જ્ઞાનજીવન કહે હેતે ભેટોને અતિ,
તારી મારી પ્રીત ભલે થાય રે છતિ...હૈયા૦ ૩

મૂળ પદ

હૈયા કેરા હાર હરિ સુણો વિનંતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0