વ્હાલા કરું વિનંતિ હું ફરી ફરી, એકવાર આવો મારે ઘેર હરિ ૧/૪

 વ્હાલા કરું વિનંતિ હું ફરી ફરી, એકવાર આવો મારે ઘેર હરિ...ટેક.
મેં તો જીવન કર્યું તારે માટે શ્રીજી, તારા વિના વાત નથી ગમતી બીજી;
	એક તું જ સર્વસ્વ છો મારું હરિ...એકવાર૦ ૧
મારી ઇચ્છા એવી તુંને લેવો સેવી, નથી પ્રાપ્તિ બીજી તારી સેવા જેવી;
	થઈ રાજી સેવા મને આપો હરિ...એકવાર૦ ૨
મહામુક્તો સંગાથે મેં નેડો બાંધ્યો, તારી મૂર્તિ સંગાથે મેં જીવ બાંધ્યો;
	જ્ઞાનજીવનનો પોકાર સુણજો હરિ...એકવાર૦ ૩ 
 

મૂળ પદ

વ્હાલા કરું વિનંતિ હું ફરી ફરી, એકવાર આવો મારે ઘેર હરિ

મળતા રાગ

વ્હાલા કરું વિનંતિ હું ફરી ફરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિનંતી
Studio
Audio
0
0