વ્હાલા તારા વિના મારું કોઈ નથી, ઓ મારા નાથ ૧/૧

 વ્હાલા તારા વિના મારું કોઈ નથી, ઓ મારા નાથ;
	તારા વિના શાંતિ બીજે જોઈ નથી, ઓ મારા નાથ...ટેક.
આપો મને સુખ, ટાળો મારું દુ:ખ;
મારા મહેબૂબ, માંગું તારી હૂંફ;
	તારા વિના મારે સુખ કોઈ નથી...ઓ મારા૦ ૧
જુઓને મારી સામું, પૂરોને મારી હામું;
તમે છો મારા બાપુ, હું તમને શું આપું;
	મારી પાસે વસ્તુ એવી કોઈ નથી...ઓ મારા૦ ૨
શું કહું વાત ઝાઝી, તમે રહેજો પ્રભુ રાજી;
તમે છો જીવન મારું, મારે છે બળ તારું;
	જ્ઞાન પાસે બીજું બળ કોઈ નથી...ઓ મારા૦ ૩
 

મૂળ પદ

વ્હાલા તારા વિના મારું કોઈ નથી, ઓ મારા નાથ

મળતા રાગ

વ્હાલા તારા વિના મારું કોઈ નથી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિનંતી
Studio
Audio
0
0