જો જો વ્હાલા મૂર્તિ વિના કાંઈ આપશો નહિ, એક હરિ મળો તમે બીજું આપશો નહિ ૧/૧

 જો જો વ્હાલા મૂર્તિ વિના કાંઈ આપશો નહિ;
	એક હરિ મળો તમે બીજું આપશો નહિ...ટેક.
તારા વિના કોઈ મને સંકલ્પ જ થાય નહિ;
મૂર્તિ બારું મન મારું ભૂલ્યે પણ જાય નહિ;
	એવી હરિ કરો કૃપા જો જો ભૂલશો નહિ...એક હરિ૦ ૧
તારા આકાર વિના નાશ બધું થાય છે;
મુક્તો સર્વે તો તારે આકારે જ થાય છે;
	દેવો ઈશ્વરો જેવું પદ આપશો નહિ...એક હરિ૦ ૨
મૂર્તિના સુખમાં રહું એ જ એક અનુભવું;
જો જો ઇચ્છયા ન કરું હું તુજ વિના નવું નવું;
	મૂર્તિ વિના બીજી કોઈ ઇચ્છા આપશો નહિ...એક હરિ૦ ૩
મૂર્તિ વિના નાથ મારે કાંઈ કરવું નથી;
તારા વિના બીજું કોઈ ધ્યાન ધરવું નથી;
	જાણું માણું મૂર્તિ બીજું જ્ઞાન આપશો નહિ...એક હરિ૦ ૪
 

મૂળ પદ

જો જો વ્હાલા મૂર્તિ વિના કાંઈ આપશો નહિ, એક હરિ મળો તમે બીજું આપશો નહિ

મળતા રાગ

વાલા તારી મૂર્તિનું બંધન છે એવું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિનંતી
Studio
Audio & Video
0
0